Solar rooftop subsidy 2019 | "સૂર્ય ગુજરાત" યોજના

by Admin


Posted on September 10, 2019 at 17:27 PM


Solar rooftop subsidy 2019 | Surya Scheme gujarat

ખુશખબર! ખુશખબર! ખુશખબર! 

 

  • રાજ્યના ઘરગથ્થુ વીજ વપરાશકારો-રહેણાંક શ્રેણીના વીજગ્રાહકો માટે રાજ્ય સરકારે અમલમાં મૂકેલી ‘સૂર્યઊર્જા રૂફટોપ–સોલાર એનર્જી રૂફટોપ’ યોજના.
  • ગ્રીન એનર્જી–ક્લિન એનર્જીથી પર્યાવરણ રક્ષા અને પુન: પ્રાપ્ય ઊર્જા ઉત્પાદન માટે ગુજરાતે એક આગવી પહેલ કરતા સૂર્ય ઊર્જા રૂફટોપ યોજના શરૂ કરી છે.
  • સબસિડી માટે રાજ્ય સરકારે રૂ. 1000 કરોડનું બજેટ ફાળવ્યુ  
  • સામાન્ય માનવી પણ હવે વીજ ઉપભોકતા સાથે વીજ ઉત્પાદક બની શકશે
  • રાજ્યમાં આ વર્ષે 2 લાખ કુટુંબોને સોલાર રૂફટોપ યોજનામાં આવરી લેવાશે

સૌર ઉર્જા ઉત્પન્ન કરો અને વધારાની વીજળી વેચો...

  • આ સોલાર રૂફટોપ યોજના હેઠળ ઘરગથ્થુ વીજ વપરાશકાર પોતાના ઘરની અગાશી–ધાબા કે માલિકીની ખૂલ્લી જગ્યામાં સૌર ઊર્જા ઉત્પન્ન કરી શકશે. 
  • આ સૌર ઊર્જામાંથી પોતાને જરૂર પૂરતી વીજળી વાપરીને કે તેનો ઉપયોગ કરીને વધારાની વીજળી રાજ્ય સરકારને રૂ। 2.25 પ્રતિ યુનિટના દરે 25 વર્ષના કરારથી વેચીને વીજ બિલમાં રાહત અને વધારાની આવક પણ મેળવી શકશે.
  • રહેણાક હેતુના વીજ ગ્રાહકોને સોલાર રૂફટોપ માટે પ્રથમ 3 કિલોવોટની ક્ષમતા સુધી નિયત કરેલી કિંમત પર 40 ટકા તેમજ ત્યાર બાદના ૩ કિલોવોટથી વધુ અને 10 કિલોવોટની ક્ષમતા સુધી સોલાર રૂફટોપ પર 20 ટકા સબસિડી મળશે.

ગુજરાત સોલાર રૂફટોપમાં દેશભરમાં પ્રથમ નંબરે!

  • ગુજરાત સોલાર રૂફટોપમાં 31 માર્ચ-2019 સુધીમાં 326.67 મેગાવોટ ઇન્સ્ટોલ્ડ કેપેસિટી સાથે દેશમાં પ્રથમ ક્રમે છે. 
  • 2022 સુધીમાં 1 લાખ 75 હજાર મેગાવોટની આવી ઊર્જા ઉત્પાદન ક્ષમતાના પ્રધાનમંત્રીના નિર્ધારમાં ગુજરાત સોલાર રૂફટોપ યોજનાથી અગ્રેસર રહેશે. 

કેવી રીતે યોજનાનો લાભ લેશો?

  • આ યોજનાનો લાભ લેવા વીજ ગ્રાહક કોઇપણ ક્ષમતાની સોલર સિસ્ટમ બેસાડી શકશે અને તે માટે તેના કરારીત વીજભારની મર્યાદા લાગુ પડશે નહી.
  • આ સૂર્ય ઊર્જા રૂફટોપ યોજનાનો લાભ લેવા વીજ ગ્રાહકોએ માન્ય કરાયેલ એજન્સીઓમાંથી કોઇપણ એકની પસંદગી કરવાની રહેશે. ત્યારબાદ તમામ કાર્યવાહી એજન્સીએ કરવાની રહેશે.
  • અરજી નોંધણી માટે વીજ ગ્રાહકે છેલ્લા વીજબિલ, અરજદારનો ફોટો, આધાર નંબર અને ગ્રાહકનો મોબાઇલ ફોન નંબર આપવો જરૂરી છે. 
  • ગ્રાહકે ટેન્ડરથી નક્કી કરેલ ભાવ મુજબ જ રકમ ચૂકવવાની રહેશે. આ સિવાય ગ્રાહકે અન્ય કોઇ રકમ ચૂકવવાની નથી.

 

સોલાર રૂફ ટોપ સીસ્ટમ (સબસિડી કિંમત લિસ્ટ)

કિલોવોટ કિંમત (રૂ.પ્રતિ કિલોવોટ) કુલ કિંમત ૪૦% સબસિડી (૩ કી.વો. સુધી)  ૨૦%સબસિડી (૩ કી.વો.થી ૧૦ કી.વો સુધી)  કુલ સબસિડી ભરવાપાત્ર રકમ
૧ KW ₹ ૪૬,૮૨૭ ₹૪૬,૮૨૭ ₹ ૧૮,૭૩૧ ₹ 0 ₹ ૧૮,૭૩૧ ₹ ૨૮,૦૯૬
૨ KW ₹ ૪૬,૫૫૫ ₹૯૩,૧૧૦ ₹ ૩૭,૨૪૪ ₹ 0 ₹ ૩૭,૨૪૪ ₹ ૫૫,૮૬૬
૩ KW ₹ ૪૬,૩૩૭ ₹ ૧,૩૯,૦૧૧ ₹ ૫૫,૬૦૪ ₹ 0 ₹ ૫૫,૬૦૪ ₹ ૮૩,૪૦૭
૪ KW ₹ ૪૫,૭૩૮ ₹ ૧,૮૨,૯૫૨ ₹ ૫૪,૮૮ ₹ ૯,૧૪૮ ₹ ૬૪,૦૩૩ ₹ ૧,૧૮,૯૧૯
૫ KW ₹ ૪૫,૦૩૦ ₹ ૨,૨૫,૧૫૦ ₹ ૫૪,૦૩૬ ₹ ૧૮,૦૧૨ ₹ ૭૨,૦૪૮ ₹ ૧,૫૩,૧૦૨
KW ₹ ૪૪,૦૦૬ ₹ ૨,૬૪,૦૩૬ ₹ ૫૨,૮૦૭ ₹ ૨૬,૪૦૪ ₹ ૭૯,૨૧૧ ₹ ૧,૮૪,૮૨૫
૭ KW ₹ ૪૪,૦૦૬ ₹ ૩,૦૮,૦૪૨ ₹ ૫૨,૮૦૭ ₹ ૩૫,૨૦૫ ₹ ૮૮,૦૧૨ ₹ ૨,૨૦,૦૩૦
૮ KW ₹ ૪૪,૦૦૬ ₹ ૩,૫૨,૦૪૮ ₹ ૫૨,૮૦૭ ₹ ૪૪,૦૦૬ ₹ ૯૬,૮૧૩ ₹ ૨,૫૫,૨૩૫
૯ KW ₹ ૪૪,૦૦૬ ₹ ૩,૯૬,૦૫૪ ₹ ૫૨,૮૦૭ ₹ ૫૨,૮૦૭ ₹૧,૦૫,૬૧૪ ₹ ૨,૯૦,૪૪૦
KW ₹ ૪૩,૦૦૫ ₹ ૪,૩૦,૦૫૦ ₹ ૫૧,૬૦૬ ₹ ૬૦,૨૦૭ ₹૧,૧૧,૮૧૩ ₹ ૩,૧૮,૨૩૭

કેમ બ્રાઇટ સોલાર છે તમારા માટે સર્વશ્રેષ્ટ વિકલ્પ?   

  • ૨૫ વર્ષ સુધીનો સિસ્ટમ પર વીમો ઉપલબ્ધ. અમારી ખાસ બનાવટ એવા સોલાર ઇનવર્ટર પર ૨૫ વર્ષ સુધીનો વૉરંટી વિસ્તાર ઉપલબ્ધ.
  • લાંબુ આયુષ્ય, મેઇન્ટેનન્સ ફ્રી, સરળ ઇન્સ્ટોલેશન અને ઝનઝટ રહિત ટેક્નોલોજી.
  • સબસીડી માટે નામ નોંધણી શરૂ થઈ ગયેલ છે.આજે જ લાભ ઉઠાવો બ્રાઇટ સોલારને સાથ... 


Leave a Comment: